ભારત ના કોઇ રાજ્ય ને વિશેષ દરજ્જો કઇ રીતે મળે છે?
*🎯💠🔰👉હવે વાત કરીએ કોઈ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો કેવી રીતે મળે છે? ❓❔તેના પ્રમાણે શું લાભ મળે છે? ❓❔આવો જાણીએ આખરે વિશેષ રાજ્યનો દરજ્જો શું છે?❓❔*
*⛔️🚫ભારતીય બંધારણમાં કોઈપણ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની જોગવાઈ નથી. 🔆પરંતુ દેશના કેટલાક રાજ્યો દેશના અન્ય રાજ્યોની સરખામણીએ સંસોધનોની દ્રષ્ટિએ પછાત હોય.. તેવા રાજ્યોને કેન્દ્ર સરકારે વિશેષ રાજ્યોનો દરજ્જો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.*
*🚫⛔️માપદંડ💠👉નેશનલ ડેવલોપમેન્ટ કાઉન્સિલે પહાડી અને દુર્ગમ ક્ષેત્ર, વસ્તીની ઓછી ઘનતા, મોટો આદિવાસી બહુલ વિસ્તાર, આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતું રાજ્ય, પ્રતિ વ્યક્તિ આવક અને કર વગરની ઓછી મહેસૂલી આવકના આધારે આવા રાજ્યોની ઓળખ કરે છે.*
*🎯💠👉કેટલાક રાજ્ય ભૌગોલિક અને સામાજિક-આર્થિક વિષમતાઓનો શિકાર છે. જેને કારણે આવા કેટલાક રાજ્યોમાં ઉદ્યોગ-ધંધા મુશ્કેલ હોય છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સદંતર અભાવ હોય છે.* *🎯👉આવા રાજ્યોને વિકાસના મામલે અન્ય રાજ્યોની સાથે રાખવા માટે વિશેષ રાજ્યનો દરજ્જો આપવામં આવતો હોય છે.*
*🔰💠👉વિશેષ રાજ્યના દરજ્જા હેઠળના રાજ્યને કેન્દ્ર સરકાર આવા રાજ્યોને વિશેષ પેકેજ સુવિધા અને ટેક્સમાં ઘણી રાહત પણ આપવામાં આવે છે. 💠આવા રાજ્યોમાં રોકાણને પ્રોત્સાહિત કરવામાં આવે છે.*
*🎯🔰💠ભારતની ત્રીજી પંચવર્ષીય યોજના 1961થી 1988 અને બાદમાં 1966થી 1969 સુધી કેન્દ્ર સરકાર પાસે રાજ્યોને ફંડ આપવાની કોઈ નિશ્ચિત ફોર્મ્યુલા ન હતી. આ સમયગાળામાં યોજના આધારીત ફંડ આપવામાં આવતું હતું. 👁🗨💠1969માં કેન્દ્રીય મદદની ફોર્મ્યુલા બનાવતી વખતે પાંચમા નાણાં પંચે 💠ગાડગિલ ફોર્મ્યુલાને💠અનુરૂપ ત્રણ રાજ્યો 💥💥💥આસામ, નગાલેન્ડ અને જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો અપાયો હતો.💥💥 ત્યારબાદ પૂર્વોત્તરના બાકીના પાંચ રાજ્યોને પણ અન્ય રાજ્યો સાથે સ્પેશયલ સ્ટેટસ આપવામાં આવ્યું હતું.*
*☄💥☄આ માપદંડોના આધારે કેન્દ્રીય મદદ મેળવનારા રાજ્યોને 90 ટકા ગ્રાન્ટ અને 10 ટકા લોન હોય છે. ☄જ્યારે બીજી શ્રેણીના રાજ્યોને કેન્દ્રીય મદદ હેઠલ 70 ટકા લોન સ્વરૂપે અને 30 ટકા ગ્રાન્ટ સ્વરૂપે આપવામાં આવે છે.*
*💥☄💥દેશના 11 રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. 💥💥💥જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. ☄💥☄2013 માં બિહારે પણ વિશેષ રાજ્યના દરજ્જાની માગણી કરી હતી. પરંતુ તેના પર હજી સુધી સંમતિ સધાઈ નથી.💠👉 હવે આંધ્રપ્રદેશે વિશેષ રાજ્યના દરજ્જાની માગણી કરી છે. 🔰💠👉આંધ્રપ્રદેશનો તર્ક છે કે હૈદરાબાદને તેલંગાણાની રાજધાની બનાવ્યા બાદ તેને મહેસૂલી આવકમાં ઘણું નુકસાન થયું છે.
〰〰〰〰〰〰
*🔽⏭પ્રશ્નો 🎯💠👉વિશેષ રાજ્યનો દરજ્જો એટલે શું?⤵️⤵️⤵️*
દેશના ઘણા રાજ્યો કેટલાક સામાજિક અને આર્થિક કારણોને લીધે પાછળ રહી ગયા છે. કેટલાક રાજ્યોમાં ભૌગોલિક બનાવટને કારણે ઈન્ડસ્ટ્રી શરૂ કરવી ખૂબ કઠીન છે. આવા રાજ્યોમાં યોગ્ય જમીનની ઉણપ હોય છે. આથી આવા રાજ્યોમાં યોગ્ય વિકાસ થઈ શકતો નથી. તેમાં વિકાસની યોગ્ય ગતી લાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે, જેથી આ રાજ્યો અન્ય રાજ્યોની સાથે કદમ મેળવી શકે.
*➡️કયા આધાર પર આપવામાં આવે છે?⤵️⤵️*
રાષ્ટ્રીય વિકાસ પરિષદના જણાવ્યા પ્રમાણે એવા રાજ્યોને આ દરજ્જો આપવામાં આવે છે, જ્યાં સંશાધનોની ઉણપ હોય, રાજ્યમાં વ્યક્તિદીઠ આવક ઓછી હોય, રાજ્યની આવક ઓછી હોય, વસ્તી વધારે હોય, પહાડી અને દુર્ગમ એરીયામાં સ્થિત હોય અથવા તો ઈન્ટરનેશનલ બોર્ડરની પાસે હોય.
*➡️તેનાથી રાજ્યને શું ફાયદો થાય છે?⬇️*
વિશેષ રાજ્યનો દરજ્જો મળી જવાથી કેન્દ્ર સરકાર તરફથી મળનાર પેકેજમાં90% મદદ મળે છે. જ્યારે 10% રકમ પર જ વ્યાજ લાગે છે. બાકી સામાન્ય રાજ્યોમાં 30% રકમ મદદના રૂપમાં મળે છે અને બાકીની 70% રકમ પર વ્યાજ લાગે છે. વિશેષ રાજ્યને એક્સસાઈઝ ડ્યૂટી, કસ્ટમ ડ્યૂટી, કોર્પોરેશન ડ્યૂટી, ઈન્કમ ટેક્સ અને બીજા અન્ય ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે. આવા રાજ્યોમાં ઈન્વેસ્ટ કરનાર ઈન્વેસ્ટરોને પણ ફાયદો થાય છે.
*⏭➡️કયા-કયા રાજ્યોને આ દરજ્જો આપવામાં આવ્યો છે?⤵️⤵️*
દેશના 29 રાજ્યોમાંથી હજી સુધીમાં 11 રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. શરૂઆતમાં 1969મા જ્યારે ગાડગિલ સિદ્ધાંતના આધારે વિશેષ રાજ્યના દરજ્જાની શરૂઆત થઈ હતી. આ સમયે આસામ, નાગાલેન્ડની સાથે જમ્મુ કશ્મીરને પણ આ દરજ્જો આપવામાં આવ્યો હતો. આ પછી કેન્દ્ર સરકાર તરફથી અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેધાલય, મિઝોરમ, સિક્કિમ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડને આ દરજ્જો આપવામાં આવ્યો હતો.
*➡️આ રાજ્યો કરી રહ્યા છે માંગણીઓ.⤵️⤵️*
આ દરજ્જા માટે સૌથી વધારે માંગ આંધ્ર પ્રદેશમાં થઈ રહી છે. આંધ્ર પ્રદેશનું કહેવું છે કે તેલંગાણાથી અલગ થયા પછી હૈદરાબાદને તેલંગાણાની રાજધાની બનાવ્યા બાદ આ રાજ્યને ખૂબ નુકસાન થયું છે. આથી તેમને આ દરજ્જો આપવો જોઈએ.
#⃣*⃣#⃣આંધ્ર ઉપરાંત બિહારમાં પણ ઘણા સમયથી વિશેષ રાજ્યના દરજ્જા માટે માંગ ઉઠી રહી છે. 2005મા સત્તામાં આવ્યા પછી ત્યાંની સત્તાધારી પાર્ટી જેડીયુ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટે માંગ કરી રહી છે. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક પણ છેલ્લા ઘણા સમયથી વિશેષ રાજ્યના દરજ્જાની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત રાજસ્થાન અને ગોવામાંથી પણ આ માંગણીઓ ઉઠી રહી છે.
*🙏👏🙏*