Monday, 23 April 2018

અર્ધ સંરક્ષણ દળો વિશે માહિતી

*◼અર્ધ સંરક્ષણ દળો◼*
➖➖➖➖➖➖➖➖➖➖

*▪સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)*▪

✔સ્થાપના : 1939
✔વડુમથક : નવી દિલ્હી
✔1949 પહેલા તેને ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ કહેવાતું હતું.
✔CRPF અંતર્ગત RAF (રેપીડ એક્શન ફોર્સ) ની સ્થાપના કરાઈ (1992)
➖➖➖➖➖➖➖➖

*▪ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)*

✔સ્થાપના : ચીનના આક્રમણ પછી 1962માં
✔મુખ્યાલય: નવી દિલ્હી

➖➖➖➖➖➖➖➖

*▪સશસ્ત્ર સીમા બલ (SSB)*

✔સ્થાપના : 1963
✔2003 પહેલા તેનું નામ સ્પેશિયલ સર્વિસ બ્યુરો હતું.
✔હાલમાં તે ભારત-નેપાળ તથા ભારત-ભૂટાન સીમા પર સેવાઓ આપે છે.
✔જેના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ અર્ચના રામાસુંદરમ છે.

➖➖➖➖➖➖➖➖

*▪બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)▪*

✔સ્થાપના : 1965
✔મુખ્યાલય : નવી દિલ્હી
✔મુખ્ય કાર્ય : દુશ્મન સેનાના ઘૂસણખોરોને રોકવાનું

➖➖➖➖➖➖➖➖

*▪સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)*

✔સ્થાપના : 1969
✔મુખ્યાલય: નવી દિલ્હી
✔મુખ્ય કાર્ય : કેન્દ્ર સરકારના ઔધોગિક એકમો કે ઉદ્યમોમાં કર્મચારીઓ અને સંપત્તિનું રક્ષણ કરવાનું.

➖➖➖➖➖➖➖➖

*▪નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)*

✔સ્થાપના : 1984માં આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે
✔તેમાં બે ગ્રુપ હોય છે:
1.સ્પેશિયલ એક્શન ગ્રુપ (સેનાના કર્મચારીઓ હોય છે.)
2.સ્પેશિયલ ગ્રુપ (જે તે રાજ્ય પોલીસના કર્મચારીઓ હોય છે.)
✔NSGને સામાન્ય રીતે બ્લેક કેટ તરીકે ઓળખવામાં આવે છે.
✔માનેસર (હરિયાણા) ખાતે તેનું તાલીમ કેન્દ્ર આવેલું છે.

➖➖➖➖➖➖➖➖

*▪આસામ રાઈફલ્સ▪*

✔સ્થાપના : 1835
✔મુખ્યાલય: શિલોન્ગ
✔આ દેશનું સૌથી જૂનું અર્ધ સંરક્ષણ દળ છે.
✔મ્યાનમાર અને ચીન સરહદ પર કાર્યરત છે.
✔તે પૂર્વોત્તર પ્રહરી તથા પહાડી લોકોના મિત્ર તરીકે પણ ઓળખાય છે.

➖➖➖➖➖➖➖➖

*▪ગૃહ રક્ષાવાહિની▪*

✔સ્થાપના : 1962
✔મુખ્ય કાર્ય : હવાઈ હુમલા,આગ,રોગચાળા દરમિયાન તથા પોલીસની મદદ કરવાનું

➖➖➖➖➖➖➖➖
💥KNOWLEDGE GUJARAT💥

No comments:

Post a Comment